મહિલા T-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. ટીમ 4 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી હતી. હવે જો પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને મોટા અંતરથી હરાવશે તો જ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ રમી શકશે.
શારજાહમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. ટીમ તરફથી તાહિલિયા મેકગ્રાએ 40 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 9 વિકેટ ગુમાવીને 142 રન જ બનાવી શકી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 47 બોલમાં 54 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડ અને સોફી મોલિનેક્સે 2-2 વિકેટ લીધી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND W): હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, શ્રેયાંકા પાટિલ, રાધા યાદવ અને રેણુકા સિંહ.