મહિલા તલાટીમંત્રીએ નરેગાની ખોટી સહાય મંજૂર ન કરી તો કરાયા પરેશાન

જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી રીટાબેન એસ.શેઠિયાને નરેગાની ખોટી સહાય મંજૂર કરવાની ના પાડતા મિશાલ મારડિયા નામના શખ્સ દ્વારા હેરાનગતિ કરાતી હોય અને વીડિયો ઉતારતા હોવાથી બુધવારે પોલીસ બોલાવી હતી પરંતુ પોલીસે પણ ફરિયાદની તપાસ કરવાના બદલે આરોપીને છાવરી મહિલા કર્મચારીને હેરાન કરતી હોવાની ફરિયાદ એસ.પી.ને કરવામાં આવી છે.

ચિત્રાવડ-2 ગામે ફરજ બજાવતા શેઠિયા રીટાબેને પોલીસ અધિક્ષકને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મિશાલ મારડિયા પોતાના ખોટા કામ ન થતા અમને વારંવાર વીડિયો રેકોર્ડિંગ કરીને વારંવાર ધાકધમકી આપી અને ફરજમાં રૂકાવટ કરીને હેરાન કરે છે. અમો કાલે પોલીસને ફોન કર્યો હતો અને અમારી રજૂઆત કરી હતી.

અંદાજે 6.45 વાગ્યે પોલીસ વાન સાથે બે લેડીઝ અને બે પુરુષ આવ્યા હતા અને રાજકીય દબાણમાં આવી અથવા અન્ય કોઇ કારણોસર અમને દબાવવા પ્રયત્ન કર્યો હતો અને અમોને કહેલ કે ‘અમો તમારા નોકર નથી’ અને અમારા પર ખોટા દબાણ કરી મુદ્દો દબાવવાનો પ્રયત્ન કરેલો હતો. તેમજ અમારું નિવેદન પણ લેતા ન હતા તેથી અમે વીડિયો રેકોર્ડિંગ ચાલુ કરેલ ત્યારબાદ પોલીસે નિવેદન લેવાનું ચાલુ કર્યું હતું. જેથી અમોને ન્યાય મળશે કે નહીં તે બાબતની ચિંતા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *