ગુજરાતનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલ નારી વંદન ઉત્સવ સાપ્તાહિક કાર્યક્રમ રાજ્યભરમાં ચાલી રહ્યો છે. તે અંતર્ગત આજે રાજકોટનાં મોટા મૌવાની સન સાઈન કોલેજમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમા 181 ટીમ, શી ટીમ અને સખી વન સ્ટોપ સેન્ટર ટીમ હાજર રહી હતી. અને 181 ટીમના કાઉન્સિલર દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને અભયમ વિશે માહિતી આપવામા આવી હતી. ઉપરાંત ઘરેલુ હિંસા, છેડતી અને બિન જરૂરી હેરાનગતિ વગેરે ઘટનાઓમા મદદ લઇ શકે તે અંગે કાયદાકીય માગદર્શન પણ આપવામા આવ્યું હતું. તેમજ શારીરિક-માનસિક, જાતિય સતામણીના કિસ્સામા 24×7 કાયરત મહિલા હેલ્પ લાઈનમા કોલ કરવા અપીલ કરવામાં આવી હતી.