એગ ફ્રીઝિંગ કરનારી મહિલાઓ વધી, પરંતુ લગ્ન બાદ ઉપયોગ કરી શકશે

નેશનલ તાઇવાન યુનિવર્સિટી હોસ્પિટલના એક અભ્યાસ મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં તાઇવાનમાં એગ ફ્રીઝિંગ કરવાની માંગણી વધી છે. તેમાં 35થી 39 વર્ષની મહિલાઓની સંખ્યામાં 86 ટકાનો વધારો થયો છે. તાઇવાનની પ્રથમ એગ બેન્કના સ્થાપક ડાૅ. લાઇ હિસંગ હુઆએ કહ્યું છે કે 2022માં એગ ફ્રીઝિંગ કરનાર એક ડઝન કરતાં વધારે કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. તાઇપેઇમાં જ દર વર્ષે એગ ફ્રીઝ કરાવી રહેલી મહિલાઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે.

ભલે તાઇવાનમાં એકલી મહિલાઓ એગ ફ્રીઝ કરાવી શકે છે પરંતુ કાયદાકીય રીતે તે એગનો ઉપયોગ લગ્ન બાદ જ કરી શકે છે. તેમાં સમાન લિંગવાળી પરિણીત જોડી સામેલ છે. આ કાયદાકીય પ્રતિબંધ હોવાના કારણે માત્ર આઠ ટકા મહિલાઓ જ એગ ફ્રીઝ કર્યા બાદ માતા બનવા માટે તેનો ઉપયોગ કરી રહી છે. જ્યારે અમેરિકામાં આ દર આશરે 38 ટકા છે. ભલે તાઇવાન 2019માં સજાતીય લગ્નને કાયદેસર બનાવનાર એશિયન દેશ છે પરંતુ સમસ્યા અકબંધ રહી છે.

આ વર્ષે મેમાં સજાતીય જોડીને એક બાળક દત્ત લેવા માટેનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો. જોકે તાઇવાનમાં માત્ર ચાર ટકા બાળકો લગ્ન વગર જન્મી રહ્યાં છે. આવી સ્થિતિમાં તાઇવાન રિપ્રોડક્ટિવ એસોસિયેશન અને સરકારની વચ્ચે થયેલી વાતચીતમાં ફ્રીઝ્ડ એગના ઉપયોગ કરવાની નીતિમાં ફેરફાર કરવા માટેની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *