પ્રેમજાળમાં ફસાવી દાગીના અને મકાન આપવાની લાલચે મહિલા સાથે દુષ્કર્મ

શહેરમાં રૈયા ગામે રહેતો અને નાનામવા વિસ્તારમાં ચાની લારી ચલાવતા શખ્સે ખાનગી હોસ્પિટલમાં હાઉસકીપર તરીકે નોકરી કરતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી દાગીના અને મકાન આપવાની લાલચ આપી અલગ-અલગ વિસ્તારમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી જાણ થતા મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતા માલવિયાનગર પોલીસે દુષ્કર્મ, એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. રૈયા ગામે રહેતો અને નાનામવા ચાર રસ્તા પર ચાની લારી ચલાવતો રાજુ બાંભવા નામના શખ્સે ત્યાંથી એક્ટિવા લઇને નીકળતી મહિલાનો અવાર-નવાર પીછો કરી ફોન નંબર આપી ફોનમાં વાત કરી હતી.

બાદમાં પ્રેમજાળમાં ફસાવી દાગીના અને મકાન અપાવી દેવાની વાત કરી હતી અને મને રાજુએ કહેલ કે તું મને મળતી રહેજે નહીંતર હું તને બદનામ કરીશ અને મળીશ તો માલામાલ કરી આપીશ, કહી રિક્ષામાં બેસાડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેસ્ટહાઉસમાં લઇ ગયો હતો અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે હોસ્પિટલમાં કામ કરતા હોય અને પથારીવશ લોકોની ઘેર સારવાર માટે પણ જતી હોય તે ઘેર મવડી વિસ્તારમાં જતી હતી ત્યારે રાજુ તેની રિક્ષા લઇને આવ્યો હતો અને તેના જાણીતાના ઘેર સારવાર કરવા જવાનું છે, કહી રિક્ષામાં બેસાડી એક મકાનમાં લઇ ગયો હતો ત્યાં મોટી ઉંમરના દંપતી રહેતા હોય ત્યાં રૂમમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોય હતુંં. દરમિયાન ફોન આવતા મારા પતિએ સમજાવવાની વાત કરતા રાજુએ ફોનમાં ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *