ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થતી કારને પાછળથી આવતા ટ્રકના ચાલકે ઠોકરે લેતાં કારમાં મુસાફરી કરી રહેલા મહિલાને ઇજા પહોંચી હતી અને તેમને તાબડતોબ યાર્ડની જ એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ પાસે રોજિંદા નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં મૂળ જૂનાગઢ અને હાલ રહે. રાજકોટના 2 લોકો સવાર હતા જેમાં પ્રભાબેન અરજણભાઇ ડોબરીયા રહે. રાજકોટ વાળાને ઇજા થતાં યાર્ડની એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.