ગૃહ ક્લેશથી કંટાળી મહિલાએ એસિડ પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું

કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટીના કંચનબેન નરોત્તમભાઈ મનાણી (ઉં.વ.48)એ ગૃહ કલેશથી કંટાળી એસિડ પી આપઘાત કર્યો હતો. આ બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ પોસમોર્ટમ માટે ખસેડ્યો હતો. કંચનબેનના પતિ નરોત્તમભાઈ કડિયા કામ કરે છે. ગઈકાલે સવારે કંચનબેન પોતાના ઘરે હતા ત્યારે સવારે 8 વાગ્યે એસિડ પી લીધું હતું. પરિવારના સભ્યોને જાણ થતા તેઓને હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. કંચનબેન અને તેમના પતિ નરોત્તમભાઈ વચ્ચે અવારનવાર રકઝક થતી હતી. આ દરમિયાન 3 દિવસ પહેલા કંચનબેનના સસરા મોતિયાના ઓપરેશન માટે ગામડેથી રાજકોટ આવેલ તેઓ નરોત્તમભાઈના ઘરે રોકાયા હતા. આ દરમિયાન પણ બોલાચાલી થયાં પછી ગૃહ ક્લેશથી કંટાળી કંચનબેને પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અન્ય બનાવમાં ભરતભાઈ નરશીભાઈ આટકોટીયા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ જલારામ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં નોકરી કરે છે. ગઇ તા.01.04.2025ના તેઓ રૂટીન મુજબ સવારના આશરે 9 વાગ્યે જલારામ એન્ટરપ્રાઇઝ નામના કારખાને નોકરી પર ગયા અને બાદમાં 10.30 વાગ્યે તેઓ કારખાનાનુ ઇલેક્ટ્રીક બાઇક લઈને અલગ-અલગ ફર્નિચરની દુકાન ખાતે હિસાબ આપવા નીકળ્યા હતાં. દરમિયાન બાપુનગરમાં આવેલ સર્વોદય ફર્નીચર ખાતે હિતેશભાઇએ હિસાબના રોકડ રૂ.10 હજાર આપ્યા હતા. જે તેઓએ ખીસ્સામાં રાખી બાદ ભાવનગર રોડ પર આવેલ શક્તિ ફર્નીચર અને ખોડીયાર ફર્નીચર ખાતે હિસાબ આપવા ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *