પાણીની મોટર ચાલુ કરવા જતા કૂવામાં પડી જતા મહિલાનું મોત

શહેરમાં ભાવનગર રોડ પર વડાળી ગામે રહેતી મહિલા પાણીની મોટર ચાલુ કરવા જતા કૂવામાં પડી જતાં તેનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. મહિલા અકસ્માતે કૂવામાં પટકાયા હોવાનું પરિવારે જણાવતા પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી કરી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડાળી ગામે રહેતા જીતુબેન પરબતભાઇ ડાંગર (ઉ.52) સવારે તેની વાડીએ હતા ત્યારે કૂવા પાસે પાણીની મોટર ચાલુ કરવા જતા કોઇ કારણોસર કૂવામાં પટકાતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાવને પગલે આજી ડેમ પોલીસે તપાસ કરતા મૃતક મહિલાને સંતાનમાં એક પુત્ર હોવાનું અને તેના પતિ ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હોય સવારે જતુબેન પાણીની મોટર ચાલુ કરવા જતા અકસ્માતે કૂવામાં પટકાયા હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *