ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસો.ના નેજા હેઠળ છેલ્લા 12 દિવસથી ચાલી રહેલી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સબ જુનિયર બોયઝ ટૂર્નામેન્ટ અંતિમ ચરણમાં પહોંચી છે. રાજ્યના 31 જિલ્લાની ટીમને બે પુલમાં રાખ્યા બાદ પુલ-1માં યજમાન રાજકોટની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે, જ્યારે પુલ-2માં સુપર લીગ મેચિસ ચાલી રહ્યા છે. બુધવારે સુપર લીગના રમાયેલા બે મેચ પૈકી ભરૂચની ટીમ સામે વલસાડે 3-2થી અને ભાવનગરની ટીમે છોટાઉદેપુર સામે 4-0થી જીત મેળવી હતી. જોકે પુલ-2ના સેમિફાઇનલ મેચમાં અમદાવાદ અને બરોડાની ટીમ પહોંચી ગઇ છે. આ સેમિફાઇનલ મેચ ગુરુવારે સવારે ટીજીએસ વાડી ફૂટબોલ ગ્રાઉન્ડ પર રમાશે. જો વરસાદ હશે તો રેલવે લોકો કોલોની ફૂટબોલ ગ્રાઉન્ડને રિઝર્વ રાખવામાં આવ્યું છે. અમદાવાદ અને બરોડા વચ્ચેના સેમિફાઇનલ મેચમાં જે ટીમ જીતશે તે ટીમ રાજકોટ સામે તા.2ના રોજ ટૂર્નામેન્ટના ફાઇનલમાં ટકરાશે તેમ એસો.ના સેક્રેટરી રોહિત બુંદેલાએ જણાવ્યું છે.
રાજકોટ ફૂટબોલ ટીમ : રાજન રૈયાણી, વેદ વાઘેલા, આદર્શ મિશ્રા, આલોક ચાવડા, આરવ જાગાણી, વેદ ચિત્રોડા, જિશ્નુ સમબાણા, પંકજ શર્મા, જય માનસુરિયા, અમન રૂદાતલા, યજ્ઞ કાલરિયા, દેવ મહેતા, ક્રિન્સ સાણંદિયા, રોહાન રાઠોડ, આદમ ગુસૈન, અદ્વેત પ્રદીપ, પ્રસન્ન ધોળકિયા, યશવર્ધન જાડેજા, કૃત બોદર, ભવ્યન ચોવટિયા, કોચ અમિત શિયાળિયા, મેનેજર અનુરાગ મલ્લ જોડાયા છે.