‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શો 17 વર્ષથી ટીવી પર ધૂમ મચાવે છે અને દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરિયલની સ્ટોરી જેટલી લોકોને ગમે છે, તેટલી જ તેની કોન્ટ્રોવર્સી પણ હેડલાઈન્સ રહે છે. ‘કટપ્પા ને બાહુબલી કો ક્યું મારા?’ આ સવાલ કરતાં પણ હાલ TMKOCમાં દયાબેનની વાપસી ક્યારે થશે? તેના વિશે સૌથી વધુ ચર્ચા સાંભળવા મળે છે.
છેલ્લા લાંબા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના નવા પાત્ર વિશે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તાજેતરમાં, કાજલ પિસાલનો એક જૂનો ઓડિશન વીડિયો વાઈરલ થયો હતો, જેના પછી ચર્ચાઓ શરૂ થઈ હતી કે તે દિશા વાકાણીની જગ્યાએ દયાબેનની ભૂમિકા ભજવશે. બાદમાં કાજલ પિસાલે સ્પષ્ટતા કરવી પડી કે આ સમાચાર ખોટા છે.
હવે શોના પ્રોડ્યુસર અસિત મોદી લોકોને આ સવાલનો જવાબ આપ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ દયાબેનની વાપસી વિશે વાત કરી હતી. તેણે કહ્યું- શોની લોકપ્રિયતા હજુ પણ એટલી જ છે. પણ લોકો ફરિયાદ કરે છે કે દયાભાભીના ગયા પછી મજા થોડી ફીકી થઈ ગઈ છે. હું પણ આ વાત સાથે સંમત છું. હું ટૂંક સમયમાં દયાભાભીને પાછા લાવીશ. લેખકો અને એક્ટરોની આખી ટીમ દયાભાભીની વાપસી માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે. દયાભાભી ચોક્ક્સથી જલ્દી પાછા આવશે. આપણે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ કે દિશા વાકાણી પાછી આવે, જોકે તેની પાસે પારિવારિક જવાબદારીઓ છે.