વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા

દુનિયાભરમાં મેટાનું સર્વર અચાનક ડાઉન થઈ જવાથી મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક યુઝર્સ મોટા પાયે આઉટેજનો સામનો કરી રહ્યા છે. યુઝર્સને વ્હોટ્સ એપ પર મેસેજ મોકલવા કે પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ રીતે ઈન્સ્ટા અને ફેસબુક પર ફીડ અપલોડ થવામાં પણ મુશ્કેલી આવી. જો કે મોડી રાતે સર્વરની કામગીરી સામાન્ય થતા તમામ સોશિયલ મીડિયા પુનઃકાર્યરત થયા હતા.

દુનિયાભરમાં મેટાનું સર્વર ડાઉન થવાથી મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને થ્રેડ યુઝર્સને મોટા પાયે આઉટેજનો સામનો કરવો પડ્યો. ભારતમાં બુધવારે રાતે 11 વાગ્યા આસપાસ યુઝર્સે મેટા પ્લેટફોર્મના આઉટેજને લઈને ફરિયાદો કરવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સને વ્હોટ્સ એપ પર મેસેજ મોકલવા કે મેળવવામાં મુશ્કેલી આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે વ્હોટ્સ એપ ઉપરાંત, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને થ્રેડની માલિકી પણ મેટા પાસે છે. આ ચારેય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના યુઝર્સને મુશ્કેલી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *