વોશિંગ્ટને એકલાહાથે ન્યૂઝીલેન્ડ પર કબજો જમાવ્યો

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના પહેલા દિવસની રમતના અંતે 1 વિકેટના નુકસાને 16 રન બનાવ્યા હતા. પુણે ટેસ્ટના ત્રીજા સેશનમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુરુવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ ગયો હતો. તે ઝીરો પર આઉટ થયો હતો. તેને ટિમ સાઉથીએ બોલ્ડ કર્યો હતો. દિવસના અંતે ભારત તરફથી યશસ્વી જયસ્વાલ (6 રન) અને શુભમન ગિલ (10 રન) અણનમ પરત ફર્યા હતા.

સ્પિનરોએ પહેલી ઇનિંગમાં ભારત તરફથી 10 વિકેટ લીધી હતી. 3 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં કમબેક કરનાર વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 7 વિકેટ લીધી હતી. આ પહેલાં સુંદરે માર્ચ 2021માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રએ અડધી સદી ફટકારી હતી. કોનવેએ 141 બોલમાં 76 રન અને રચિને 105 બોલમાં 65 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે 33 રન, ડેરિલ મિચેલે 18 રન અને ટોમ લાથમે 15 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે પાંચ બેટર્સ બે આંકડાને પાર કરી શક્યા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *