ટેરિફ મામલે વોરેન બફેટે કહ્યું- ‘આ ટ્રમ્પની મોટી ભૂલ છે’

વિશ્વ વિખ્યાત કંપની બર્કશાયર હેથવેના સીઈઓ વોરેન બફેટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક વ્યાપાર નીતિઓની ટીકા કરી છે. કંપનીની વાર્ષિક શેરહોલ્ડર મીટિંગ (AGM)માં, 94 વર્ષીય બફેટે ટ્રમ્પને સલાહ આપી હતી કે વ્યવસાયને હથિયાર બનાવવું જોઈએ નહીં. બાકીના વિશ્વ પર દંડાત્મક ટેરિફ લાદવો એ એક મોટી ભૂલ છે.

આંતરરાષ્ટ્રીય બિઝનેસને નુકસાન પહોંચાડતા ટેરિફના મુદ્દા પર, બફેટે કહ્યું, “મારા મતે, આ એક મોટી ભૂલ છે.” જ્યારે તમારી પાસે 7.5 અબજ લોકો હોય જે તમને બહુ પસંદ નથી કરતા અને તમારી પાસે 30 કરોડ લોકો હોય જેઓ આ કામ પર ગર્વ અનુભવે છે તેમણે સારુ કામ કર્યું. મને નથી લાગતું કે આ સાચું કે શાણપણભર્યું છે.

આયાત પર ટેરિફ લાદીને અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવાના ટ્રમ્પના દાવા પર તેમણે કહ્યું કે અમેરિકામાં આપણે બાકીના વિશ્વ સાથે વ્યવસાય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણે તે જ કરવું જોઈએ જેમાં આપણે શ્રેષ્ઠ છીએ , અને તેમણે તે કરવું જોઈએ જેમાં તે શ્રેષ્ઠ છે .

ખરેખર, ટેરિફના ડરે બજારોને હચમચાવી નાખ્યા છે. 1.1 ટ્રિલિયન ડોલરની કંપની બર્કશાયરના પરિણામો દર્શાવે છે કે તેની કાર્યકારી આવકમાં 14% ઘટાડો થયો છે. નેટ પ્રોફિટમાં પણ 64%નો ઘટાડો થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *