વૃત્ય અરવિંદને UAEની T20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો

બાંગ્લાદેશ સામેની 2 T20 મેચ માટે વૃત્ય અરવિંદને UAE ટીમમાં તક મળી ન હતી. અરવિંદ આ ફોર્મેટમાં ટીમનો બીજો સૌથી વધુ સ્કોરર છે. આ સિરીઝ માટે બાસિલ હમીદ અને જુનૈદ સિદ્દીકીને પણ પડતો મૂકવામાં આવ્યા હતા. બંને મેચ 17 અને 19 મેના રોજ શારજાહમાં રમાશે.

બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાન પણ T20 શ્રેણી રમવા માટે UAE પહોંચી ગયો છે. દિલ્હી કેપિટલ્સે તેને IPLમાં રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સામેલ કર્યો હતો.

ટોચનો વિકેટ ટેકર હમીદ પણ આઉટ T20માં UAEનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર, બેસિલ હમીદને પણ તક મળી ન હતી. જુનૈદ સિદ્દીકી ટીમ માટે ત્રીજા ક્રમે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. તેણે ગલ્ફ T20 ચેમ્પિયનશિપમાં ટીમ માટે સૌથી વધુ વિકેટો પણ લીધી હતી. આમ છતાં, તેને બહાર કરી દેવામાં આવ્યો છે.

UAE: મોહમ્મદ વસીમ (કેપ્ટન), આલીશાન શરાફુ, આર્યનશ શર્મા, આસિફ ખાન, ધ્રુવ પરાશર, એથન ડિસોઝા, હૈદર અલી, મતિઉલ્લા ખાન, મોહમ્મદ જવાદુલ્લાહ, મોહમ્મદ ઝોહૈબ, મોહમ્મદ ઝુહૈબ, રાહુલ ચોપરા (વિકેટકીપર), શગીર ખાન, સંચિત શર્મા, સિમરનજીત સિંહ.

બાંગ્લાદેશ : લિટન દાસ (કેપ્ટન અને વિકેટકીપર), મેહદી હસન (વાઈસ-કેપ્ટન), હસન મહમૂદ, ઝાકર અલી, મુસ્તાફિઝુર રહેમાન, નાહીદ રાણા, નઝમુલ હુસેન શાંતો, પરવેઝ હુસૈન, ઈમોન , રિશાદ હુસૈન, શમીમ હુસૈન, શોરીફુલ ઈસ્લામ, સૌમ્ય સરકાર, તનવીર ઇસ્લામ, તન્ઝીદ હસન, તંઝિમ હસન સાકિબ, તૌહિદ હ્રદોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *