ઝારખંડ વિધાનસભાની 38 બેઠકો પર આજે મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને બીજા તબક્કામાં આજે 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. 14,218 મતદાન મથકોમાંથી 31 બૂથ પર સાંજે 4 વાગ્યે મતદાન સમાપ્ત થશે. જેમાં 1.23 કરોડ મતદારોનો સમાવેશ થશે. બીજા તબક્કાની 38 બેઠકોમાંથી 18 બેઠકો સંથાલની છે, 18 બેઠકો ઉત્તર છોટાનાગપુરની છે અને બે બેઠકો રાંચી જિલ્લાની છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 528 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 55 મહિલા ઉમેદવારો છે. 127 કરોડપતિ છે, જ્યારે 148 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.

આ તબક્કામાં સીએમ હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન, પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી અને વિપક્ષી નેતા અમર બૌરી, મંત્રી ઈરફાન અંસારી ચૂંટણી લડી રહ્યા છે. પરિણામ 23 નવેમ્બરે આવશે.

આ તબક્કાની 38 બેઠકોમાંથી ભાજપ 32 બેઠકો પર NDA અને AJSU 6 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે, ઈન્ડિયા બ્લોકમાં JMM 20 સીટો પર, કોંગ્રેસ 12 પર, RJD 2 અને ML 4 સીટો પર ચૂંટણી લડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *