રાજકોટ મનપા દ્વારા જ્યુબિલી ખાતે વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટની મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ મુલાકાત લઈ વેજીટેબલ વેસ્ટમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. જ્યુબિલી ખાતેના કાર્યરત વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવાના પ્લાન્ટની મુલાકાત લઈ ખાતર બનાવવાની પધ્ધતિ વિશે માહિતી મેળવી હતી. આ પ્લાન્ટની કેપેસીટી પાંચ ટન વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવાની છે.
જ્યુબિલી ખાતેના પ્લાન્ટમાં વેજીટેબલ કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે જેમાં જ્યુબિલી શાક માર્કેટ, ફ્રુટ માર્કેટ અને હોકર્સ ઝોનમાંથી વેજીટેબલ વેસ્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે અને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે.