વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. એક્ટરે આ દિવસોમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રિલીઝ પહેલાં વિક્કી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યાં છે. આ તસવીરો અને વીડિયોમાં વિકી કૌશલે ‘છાવા’ માટે કરેલા ટ્રાન્સફોર્મેશન અને તૈયારીની ઝલક બતાવી છે. આ તસવીરોમાં વિક્કી કૌશલની ઘોડેસવારીથી લઈ વજન વધારવા સુધીની સફર જોવા મળી રહી છે.
વિક્કી કૌશલ દ્વારા શેર કરાયેલી તસવીરોમાં તે જિમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં વિક્કી પોતાનું વજન પણ બતાવતો જોવા મળી રહ્યો છે. વિક્કી કૌશલ દ્વારા શેર કરાયેલી તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે ફિલ્મ માટે તેણે વજન વધારીને 100 કિલો જેટલું કર્યું હતું. એક વીડિયોમાં એક્ટર ઘોડેસવારી કરી રહ્યો છે તો બીજા વીડિયોમાં તે કાન વીંધાવી રહ્યો છે.