રેસ્ટોરન્ટ સંચાલક સાથે રૂ.2.39 લાખની ભત્રીજાએ કરી છેતરપિંડી

શહેરમાં સદર બજારમાં જૂના ભારમલ રેસ્ટોરન્ટના સંચાલકનો ભત્રીજો રૂ.2.39 લાખની છેતરપિંડી કરી નાસી ગયો હતો. રેસકોર્સ રિંગ રોડ પાસેની પત્રકાર સોસાયટીમાં રહેતા અને સદર બજારમાં જૂના ભારમલ રેસ્ટોરન્ટ ચલાવતા રાજ કુુતુબભાઇ લાકડાવાલાએ મોરબીમાં નાની બજારમાં રહેતા તેના ભત્રીજા મુર્તુજા હુશેનભાઇ લાકડાવાલા સામે ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ માસ પહેલાં મારા ફઇનો પુત્ર હુશેનભાઇ મારી પાસે આવ્યો હતો અને મારા પુત્ર મુર્તુજાને તમે થોડા દિવસ તમારે ત્યાં નોકરી પર રાખો અને તેને વેપાર શીખવાડો જેથી મેં મારા ફઇના પુત્રની ભલામણથી મુર્તુજાને રેસ્ટોરન્ટમાં નોકરી પર રાખ્યો હતો અને બધું કામ કરતો હોય અને મારી ગેરહાજરીમાં કાઉન્ટર પર બેસી વેપાર પણ કરતો હતો અને હિસાબ પણ રાખતો હતો.

બાદમાં મારા પત્ની બીમાર રહેતા હોય જેથી પાંચેક દિવસ અમારા રેસ્ટોરન્ટ પર ગયો ન હતો અને મારા મોબાઇલમાં રેસ્ટોરન્ટના કેમેરા ચેક કરતાં સવારે 11 વાગ્યા છતાં હોટેલ ખૂલી ન હોય જેથી તેને મુર્તુજાને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન બંધ આવ્યો હતો જેથી મુર્તુજાના પિતાને ફોન કર્યો હતો તેને પુત્ર તમારા ઘેર આવ્યો છે તે અંગે પૂછતા કંઇ ખબર ન હોવાનું જણાવ્યું હતું. જેથી વેપારી તેના રેસ્ટોરન્ટ પર ગયા અને બાજુના રૂમમાં મુર્તુજા રહેતો હતો ત્યાં તપાસ કરતા હોટલની ચાવી સેટી પર પડી હતી. અને ત્યાં રહેતા કર્મચારીને પૂછતા તેને જણાવેલ કે કાંઇ ખબર નથી જેથી કેમેરા ચેક કરતાં મુર્તુજા વહેલી સવારે જતો જોવા મળ્યો હતો.

બાદમાં રેસ્ટોરન્ટમાં તપાસ કરતાં મુર્તુજાએ સામાન તેમજ સાત દિવસનો હિસાબ અને ડ્રાયફ્રૂટ બારોબાર વેચી નાખી કુલ રૂ.2.39 લાખની છેતરપિંડી કરી હતી તેમજ હોટેલના કર્મચારીઓ પાસેથી પણ ઉછીનાના બહાને રોકડ લઇ નાસી ગયો હોવાની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *