અમેરિકાએ ચીનના વિદ્યાર્થીઓના વિઝા મોટા પાયે રદ કરવાની જાહેરાત કરી છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ સાથે મળીને કામ કરશે.
રુબિયોએ કહ્યું કે જે ચીનના વિદ્યાર્થીઓ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) સાથે જોડાયેલા છે અથવા જેઓ ટેકનિકલ ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના વિઝા રદ કરવામાં આવશે. તેમણે કહ્યું, “અમે ભવિષ્યમાં ચીન અને હોંગકોંગથી આવતી વિઝા અરજીઓની ચકાસણીને વધુ કડક બનાવીશું.”
અમેરિકાનો દાવો છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ નિર્ણય જરૂરી છે. CCP વિદ્યાર્થીઓ દ્વારા સંવેદનશીલ માહિતી મેળવી શકે છે. આ પગલાથી અમેરિકામાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે.