અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી

અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ સાથે થવા જઈ રહ્યો છે. ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પ્રથમ અને છેલ્લી પ્રેસીડેન્શિયલ ડીબેટ 10 સપ્ટેમ્બરે યોજાશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ ડીબેટ છે તેથી બંને ઉમેદવારોએ પુરી તાકાત લગાવી દીધી છે. આ ડીબેટને લઈને ઉમેદવારોની વ્યૂહરચના પણ સામે આવી રહી છે.

રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પે 75 દિવસ પહેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ડીબેટ કરી હતી. ટ્રમ્પનો સંપૂર્ણ ભાર એ વાત પર હતો કે બાઈડને સરકારની તમામ નિષ્ફળતાઓ માટે કમલા હેરિસને જવાબદાર ઠેરવવામાં આવે. કમલા માટે મોટો પડકાર એ છે કે તેમણે રાષ્ટ્રપતિ બાઈડેનની નીતિઓનો બચાવ કરવો પડશે.અને ટ્રમ્પને ગમે તેમ કરીને ડીબેટમાં હરાવવા પડશે.

ટ્રમ્પ અને કમલા વચ્ચે કાંટાની ટક્કર, હવે ખરાખરીનો જંગ મંગળવારે આયોતિત ડીબેટના 56 દિવસ બાદ અમેરિકામાં ચૂંટણી યોજાશે.આ ડીબેટ એટલી ખાસ છે કે કારણ કે બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. સંભવિત મતદારોના તાજેતરના ન્યૂયોર્ક ટાઇમ્સ/સિએના કોલેજના મતદાનમાં ટ્રમ્પ (48%) અને કમલા હેરિસ (47%) વચ્ચે ભારે રસાકસી જોવા મળી છે. મોટાભાગના સરવેમાં સામે આવ્યું છે કે અમેરિકન મતદારો પરિવર્તન ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *