ફેડરલ ટ્રેડ કોર્ટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર સ્ટે મૂક્યો છે, એને ગેરબંધારણીય ગણાવ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો અને બંધારણના કાર્યક્ષેત્રની બહાર જઈને આ ટેરિફ લાદવાનો પ્રયાસ કર્યો.
મેનહટનમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ટ્રમ્પના આ પગલાને ગેરકાયદે જાહેર કર્યું. કોર્ટની ત્રણ ન્યાયાધીશની બેન્ચે કહ્યું હતું કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)નો દુરુપયોગ કર્યો છે. આ કાયદો કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિને ચોક્કસ સત્તાઓ આપે છે, પરંતુ કોર્ટે સ્વીકાર્યું કે ટ્રમ્પે કોઈ નક્કર આધાર વિના એનો ઉપયોગ કર્યો.
બંનેએ દલીલ કરી હતી કે ટેરિફ નાના વ્યવસાયોને નુકસાન પહોંચાડી રહ્યા છે, કારણ કે આયાતી માલના ભાવ વધવાથી એના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. કોર્ટે આ દલીલો સ્વીકારી અને ઠરાવ્યું કે રાષ્ટ્રપતિ પાસે આટલા મોટા ટેરિફ લાદવાનો બંધારણીય અધિકાર નથી.