US ઇટીએફનું ભારતીય શેરમાર્કેટમાં ચીનથી 3 ગણું 5,230 કરોડનું રોકાણ

ગત સપ્તાહે અમેરિકન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સે (ઇટીએફ) કોઇપણ અન્ય દેશની તુલનાએ ભારતીય શેર્સની સૌથી વધુ પસંદગી કરી. બીજી તરફ ચીનમાં સુસ્ત રિકવરી અને સરકારી નીતિઓને કારણે યુએસ ઇટીએફે ત્યાં રોકાણ ઘટાડ્યું છે. 14 જુલાઇ અને તેની પહેલા પાંચ દિવસ દરમિયાન ભારતીય એક્સચેન્જમાં લિસ્ટેડ શેર્સમાં આ ફંડ્સનું 5,230 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. તે તેનાથી ગત સપ્તાહની તુલનામાં 3 ગણાંથી પણ વધુ (228.8%) છે. ચીની ઇક્વિટી ખરીદનારા ફંડ્સમાં 1,829 કરોડનું જ રોકાણ થયું હતું.

માર્ચની તુલનામાં 16% વધુ રિટર્ન
માર્ચની તુલનામાં વિદેશી ઇટીએફ રોકાણકારોને રૂપિયા અને ડૉલર, બંને રીતે 16%થી વધુ રિટર્ન મળ્યું છે. તદુપરાંત દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ ભારત જીડીપી ગ્રોથને મામલે આ વરષે ચીનથી આગળ નીકળી ચૂક્યું છે.

ચીનના ધીમા ગ્રોથથી રોકાણકારો નિરાશ
ચીનનો ક્વાર્ટર દરમિયાન ગ્રોથ ઓછો રહેતા રોકાણકારો ચિંતામાં છે. ચીનના ઇક્વિટી માર્કેટમાં અસ્પષ્ટતા વધી છે. ગ્રાહકોની માંગ વધવાથી તેમજ વ્યાજદરોમાં વધારો અટકતા ભારતનો ગ્રોથ 7% રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *