ગુજરાતભરમાં UPSCની પરીક્ષા યોજાઈ હતી. પ્રથમ પેપર સવારે 9:30થી 11:30 અને બીજું પેપર બપોરે 2:30થી 4:30 સુધી એમ બે તબક્કામાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી અંદાજે 20 હજાર જેટલા ઉમેદવારો જાહેર વહીવટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તૈયારી સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હતા. હાલ UPSCની પ્રિલીમ પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પેપર સહેલું લાગ્યું હતું.
રાહુલ ગુપ્તે નામના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આજે પ્રિલીમ પરીક્ષાના બંને પેપર સરળ હતા. ગત વર્ષ કરતા આ વર્ષે પેપર સરળ લાગ્યું છે. GS 1 પેપર જે સવારે હતું તે ખૂબ જ સરળ હતું જ્યારે બપોરે બીજું પેપર લેવામાં આવ્યું તે એમાં ગત વર્ષના પ્રશ્નોની પેટર્ન કોપી કરવામાં આવી હતી. જેથી જે વ્યક્તિએ ગયા વર્ષે પેપર આપ્યું હશે તેને ખૂબ સરળ રહેશે. જ્યારે પ્રાચી શાહ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે પેપર સરળ રહ્યું છે. જોકે પેપરમાં મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા નથી. જે ખરેખર પૂછવા જોઈએ તે પુછાયા નથી.