મુંબઈના ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર, જે અનસોલ્ડ રહ્યો હતો, તે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)માં જોડાશે. તે ઇજાગ્રસ્ત ખેલાડી મોહસીન ખાનનું સ્થાન લેશે. જોકે, LSGએ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી.
સમાચાર એજન્સી PTI અનુસાર, શાર્દૂલને આ નિર્ણયની જાણ કરવામાં આવી છે. તે 24 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે સીઝનની પહેલી મેચ માટે ટીમ સાથે વિશાખાપટ્ટનમ જશે. શાર્દૂલ છેલ્લા 10 દિવસથી ટીમ સાથે કેમ્પમાં ભાગ લઈ રહ્યો છે.
મોહસીન ખાન ઘાયલ ઘૂંટણના લિગામેન્ટમાં ઈજાને કારણે મોહસીન ખાન છેલ્લા ત્રણ મહિનાથી કોઈપણ ક્રિકેટ મેચમાં ભાગ લઈ શક્યો નથી. જ્યારે તેણે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની નેટ્સ પર બોલિંગ શરૂ કરી, ત્યારે તેને પગમાં દુખાવો થયો, જેના કારણે તેનું પુનરાગમન વધુ મુશ્કેલ બન્યું.