રાજકોટ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ઉભો પાક ધોવાયો

રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ સારું રહ્યું હતું. જો કે, ત્યારબાદ પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી શહેર-જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ઉભો પાક ધોવાતા જગતનાં તાતની દિવાળી બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને પગલે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનાં પૂર્વ સરપંચ દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવા માટે માગ કરવામાં આવી છે.

ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનાં પૂર્વ સરપંચ નારણભાઈ આહિરનાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે અવારનવાર પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોનો જે ઉભો પાક હતો તે ધોવાઈ ગયો છે. જેમાં મગફળી અને કપાસ સહિતનાં પાકોને મોટું નુકસાન થયું છે. મગફળી ખાતર જેવી થઈ ગઈ છે. જેને કોઈ એક રૂપિયામાં પણ ખરીદે તેમ નથી અને કપાસના પાકમાં પણ આવી જ સ્થિતિ છે. જેને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *