પારડી વીજકચેરીમાં કથા મુદ્દે ઈજનેર-સ્ટાફના બચાવમાં હવે યુનિયનો ઉતર્યા!

તાજેતરમાં જ પીજીવીસીએલના પારડી સબ ડિવિઝનમાં ચાલુ ઓફિસના સમયમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓફિસના સમયે જ આ પ્રકારનું આયોજન કરતા વીજગ્રાહકોને પણ મુશ્કેલી પડતી હોવાથી વિજ્ઞાન જાથાની ટીમે આ આયોજન બંધ કરાવ્યું હતું અને આ સબ ડિવિઝનના ઈજનેર અને જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવા એમ.ડી.થી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. જ્યારે બીજી બાજુ હવે આ સબ ડિવિઝનના ઈજનેર અને વીજ કર્મચારીઓના બચાવમાં યુનિયનો પણ ઉતરી પડ્યા છે. વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર્સ એસોસિએશને પીજીવીસીએલના એમ.ડી.ને રજૂઆત કરી પારડી સબ ડિવિઝનના ઈજનેર અને અન્ય સ્ટાફ સામે કોઈ કાર્યવાહી નહીં કરવા રજૂઆત કરી છે. ઓફિસમાં કથા મુદ્દે હવે વિજ્ઞાન જાથા અને વીજકંપનીના યુનિયનો સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિસર્જાઈ છે.

વિદ્યુત કામદાર સંઘ અને એન્જિનિયર્સ એસોસિએશને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આ પ્રકારના ધાર્મિક આયોજનથી કર્મચારી-અધિકારીઓનું મનોબળ અને વીજગ્રાહકોની સેવા કરવાની કામગીરી માટે પ્રેરકબળ મળતું હોવાથી આવા નકારાત્મક વિચાર ધરાવનારાઓની રજૂઆત ધ્યાને નહીં લેવા અને તેમની સામે ખાતાકીય કાર્યવાહી નહીં કરવા પીજીવીસીએલના એમ.ડી.ને રજૂઆત કરી છે. જ્યારે બીજી બાજુ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું છે કે, પારડી વીજકચેરીમાં લોકોના પ્રશ્નો ઉકેલવાને બદલે ધાર્મિક કથા યોજાય તેનો સદૈવ જાથા વિરોધ કરે છે. સરકારી કર્મચારીઓ માટે કાયદા–બંધારણમાં આકરા નિયમો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *