ભાયાવદરમાં નગરપાલિકા વિકાસના કામોના બણગાં મારતી હોય તેમ પાલિકાના પ્રમુખ રેખાબેન સીણોજીયાના વોર્ડ નંબર 4માં જ પાણીનો બગાડ થવો એ સામાન્ય બાબત બની રહી છે. ભૂગર્ભ ગટરની કુંડીઓ ભાંગીને ભુક્કો થઇ ગઈ છે, જ્યાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર અને ખેડૂત બ્રધર્સ નામની વેપારીઓની દુકાનો આવેલ છે તે જગ્યા પાસે પાણીની લાઈન લીકેજ થઈ ગઈ છે. ત્યાં રિપેરિંગ કરવામાં નહિ આવતા પાણીના દિવસે ત્યાંના વેપારીઓની કફોડી હાલત છે, આની સમસ્યાની જ્યારે સત્તાધીશોને રજૂઆત કરાઇ છે ત્યારે એવો જવાબ આપવામાં આવે છે કે લાઈન મોટી નાખવામાં આવશે પણ ક્યારે નખાશે તેનો જવાબ એની પાસે નથી હોતો તેથી પાણીનો બગાડ થઈને રોડ રસ્તા ઉપર પાણી વહી જાય છે અને કુંડી જે ભાંગીને ભૂક્કો બની ગઈ છે. વોર્ડ નંબર ચારમાં ખુલ્લી કુંડીઓ, છલકાતા પાણીના લીધે જીવન દુષ્કર બની રહ્યું હોઇ, સુધરાઇ સભ્ય, પાલિકા પ્રમુખ ઘર આંગણાની દરકાર લે તેવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.