સગીર વયના કૌટુંબિક ભાઇ-બહેને સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

શહેરમાં કુવાડવા રોડ પર નવાગામ પાસે રહેતા અને મૂળ એમપીના સગીર વયના કૌટુંબિક ભાઇ-બહેન રાત્રીના અચાનક લાપતા થયા બાદ સવારે દિવેલિયાપરા નજીક લીમડાના ઝાડ પર બન્ને સાથે લટકતી હાલતમાં મળી આવતા તેના પરિવારમાં શોક છવાયો હતો. બન્ને કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ થયા બાદ પરિવાર એક થવા નહીં દે તેવા ડરથી આપગલું ભરી લીધાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામ પાસે દિવેલિયાપરામાં ઇંટોના ભઠ્ઠા પાસે લીમડાના ઝાડમાં દોરડું બાંધી યુગલે સજોડે લટકી ફાંસો ખાધો હોવાની જાણ થતા કુવાડવા પોલીસ મથકના એએસઆઇ વાણિયા સહિતે બન્નેના મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડી બન્નેની ઓળખ મેળવવા કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *