સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિડમની પ્રોજેકટ અંતર્ગત અધ્યાપકને રિસર્ચ માટે મહત્તમ 1 લાખની ગ્રાન્ટ મળશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિના માર્ગદર્શન હેઠળ સંશોધનને વેગ આપવા અને વધુ સુદ્રઢ બનાવવા માટે IQAC દ્વારા વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ગુણવત્તાયુક્ત સંશોધન થાય અને સંશોધનનો વ્યાપ વધે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સિડમની પ્રોજેક્ટ તથા યુનિફોર્મ રીસર્ચ પોલીસી ઘડવામાં આવી છે. જેમાં આ વખતે 15 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કાયમી યુવા પ્રાધ્યાપકોને મહત્તમ 1 લાખની સહાય આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો વધુમાં વધુ સંશોધનપત્રો પ્રકાશિત કરે, વધુમાં વધુ પેટન્ટ રજીસ્ટર્ડ કરાવે, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનનો વ્યાપ વધે, સમાજ ઉપયોગી સંશોધનો કરે એ ઉદેશ્ય છે. સૌરાષ્ટ્રના પ્રાધ્યાપકો અને યુવાનોમાં એ શકિત રહેલી છે. સંશોધન એ રાષ્ટ્રની પ્રગતિનો આધાર છે. સંશોધનથી સ્વાવલંબી અને આત્મનિર્ભર બની શકાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી વિવિધ સંશોધનો થાય એ માટે આ વિચાર અમલમાં મુકવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *