ગૂગલના કર્મચારીઓ વચ્ચે ‘અગ્લી સ્વેટર’ સ્પર્ધા યોજાઈ

ગૂગલે તાજેતરમાં તેની પ્રથમ કંપની-વ્યાપી ‘અગ્લી સ્વેટર’ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. કંપનીની આ સ્પર્ધામાં ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુંદર પિચાઈએ પણ ભાગ લીધો હતો. સુંદર પિચાઈએ પોતે ક્રિસમસના દિવસે આજે (25 ડિસેમ્બર બુધવાર) ઈન્સ્ટાગ્રામ પર આ ઈવેન્ટની કેટલીક તસવીરો શેર કરી છે.

આ ફોટાઓમાં પિચાઈએ તેમનું અનોખું થીમ આધારિત સ્વેટર પણ બતાવ્યું, જે તેમના ભારતીય વારસા સાથે મેળ ખાય છે. ગયા અઠવાડિયે યોજાયેલી આ ઇવેન્ટમાં ગૂગલના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં તમામ કર્મચારીઓને નીટવેરના સ્વેટર્સને તહેવારોની ડિઝાઇન આપીને તેમની સર્જનાત્મકતા બતાવવાની તક મળી. આ ઇવેન્ટને ગૂગલના AI સહાયક જેમિની દ્વારા જજ કરવામાં આવી હતી અને વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.

પિચાઈએ સ્વેટર પહેરેલો પોતાનો ફોટો પણ શેર કર્યો છે. તેના કાળા પુલઓવર સ્વેટર પર ક્રિકેટ બેટ, ક્રિકેટ બોલ અને ક્રિસમસ ટ્રી છે. પિચાઈનું આ સ્વેટર ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો દર્શાવે છે.

અમે ગયા અઠવાડિયે અમારી પ્રથમ ગૂગલ વ્યાપી ‘અગ્લી સ્વેટર’ હોલિડે હરીફાઈ સાથે 2024 સમાપ્ત કર્યું, પિચાઈએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું. જેમિની જજ હતી અને મારે કહેવું જોઈએ કે તેની પસંદગી સારી હતી. વિજેતાઓને અભિનંદન અને વર્ષના આનંદદાયક અંત માટે દરેકનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *