UAEના રાષ્ટ્રપતિ પાકિસ્તાનના પ્રવાસે

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન શુક્રવારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. PM શાહબાઝ શરીફ અને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ આસિમ મુનીર UAE ના રાષ્ટ્રપતિને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.

આ વર્ષે તેમની પાકિસ્તાનની આ બીજી મુલાકાત છે. આ પહેલા જાન્યુઆરી 2025માં તેઓ રહીમ યાર ખાનમાં ખાનગી મુલાકાત દરમિયાન શાહબાઝને મળ્યા હતા. જોકે રાષ્ટ્રપતિ તરીકે તેમની આ પ્રથમ સત્તાવાર પાકિસ્તાન મુલાકાત છે.

વિદેશ કાર્યાલયના એક નિવેદન મુજબ, રાષ્ટ્રપતિ અલ નાહયાન વડાપ્રધાન શાહબાઝ સાથે દ્વિપક્ષીય સંબંધોના પાસાઓની સમીક્ષા કરશે. પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરવાની સારી તક છે. સાથે જ વેપાર, રોકાણ, ઊર્જા, વિકાસ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુખ્ય ક્ષેત્રોમાં કરારો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *