રાજકોટની DH કોલેજના મેદાનમાંથી બે યુવાનો દારૂ સાથે ઝડપાયા

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ડી એચ કોલેજના મેદાનમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે શખસોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં આ દારૂની બોટલ શહેર ભાજપના યુવા મોરચાના વોર્ડ નંબર 10ના પ્રમુખ મોનીલ શાહે મંગાવી હોવાનો ખુલાસો થતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ટિમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન યાજ્ઞિક રોડ પરથી ઋષભ કલ્પેશભાઈ દેસાઈ અને શુભમ પ્રદીપભાઈ થાનકી નામના બે યુવાનોની વિદેશી દારૂની બોટલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં દારૂની બોટલ તેને ભાજપના યુવા મોરચાના વોર્ડ નંબર 10ના પ્રમુખ મોનીલ શાહ દ્વારા લેવા માટે મોકલવામાં આવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે મોનીલ શાહ સામે પણ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ એ ડિવિઝન પોલીસે તપાસમાં આરોપી તરીકે મોનીલ શાહનું નામ ખોલી તેની સામે 35(3) મુજબ નોટિસ ઈશ્યુ કરી આજરોજ આરોપી મોનીલ શાહ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગઈકાલે પકડાયેલા બન્ને આરોપી ઋષભ અને શુભમ પાસેથી દારૂનો બોટલ તેમજ બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *