શહેરમાં પાેલીસની પકડ ઢીલી પડતા ચોર,ગઠિયાઓ બેકાબૂ બન્યા હોય તેમ ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા જતા વૃદ્ધાને રઘુવીરપરામાં આંતરી પૈસા ગણવામાં મદદ કરવાનું કહી બે મહિલાઓ તેના સોનાના ચેઇન, ચાર બંગડીઓ ઉતારી નાસી ગયાની ફરિયાદ કરતાં એ-ડિવિઝન પોલીસે તપાસ કરતા વડોદરાથી પરિવાર સાથે રાજકોટ આવેલા વૃદ્ધાને બેગમાં 50 હજાર રૂપિયા છે અને તમારા દાગીના ઉતારી રૂમાલમાં બાંધી બેગમાં રાખી દઇને રૂપિયા ગણો અમે આવી છીએ કહી બન્ને઼ મહિલાઓ નાસી ગયા બાદ બેગમાંથી કાગળો નીકળ્યા અન્ય બેગમાં 3.50 લાખના દાગીના ગાયબ હોવાનું બહાર આવતાં પોલીસે ગુનો નોંધી જાણ કરતા બન્ને મહિલાને વડોદરા પોલીસે પકડી લીધાનું બહાર આવતા કબજો લેવા કાર્યવાહી કરી છે.
વડોદરા રહેતા પલ્લવીબેન કિરણભાઇ વડોદરિયા (ઉ.65) તા.22 ના રાજકોટ રહેતા વેપારી રહીમભાઇના પુત્રના લગ્નપ્રસંગમાં પરિવાર સાથે આવ્યા હતા અને રાજકોટ નણંદના ઘેર રોકાયા હતા. બાદમાં તા.25ના રોજ મારા પતિ સાથે ખરીદી કરવા ધર્મેન્દ્ર રોડ પર જતા હતા અને મારા પતિને કોઇ કામ હોય મને ઉતારી ચાલ્યા ગયા હતા. બાદમાં રઘુવીરપરામાંથી ચાલીને જતા હતા ત્યારે તેને એક બહેન મળેલા અને મને કહ્યું કે, આપણી સામે જે બહેન ઊભેલા છે તેમની પાસે બહુ પૈસા છે અને તેને રૂપિયા ગણતા આવડતા નથી અને તેને જયપુર જવાનું હોય આપણે તેને પૈસા ગણી આપી બાદમાં હું તેને જયપુરની બસમાં બેસાડી આવીશ જેથી તમે પૈસા ગણવામાં મદદ કરો. ત્યાર બાદ બન્ને બહેનોએ અંદરો-અંદર વાતચીત કરી હતી ત્યાર બાદ મને કંઇક કરી નાખતા હું કઇ બોલી શકતી ન હતી.