રાજકોટ ડિવિઝનથી પસાર થતી ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનની બે અપ-ડાઉન ટ્રિપના રૂટને ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. વિજયવાડા-કાઝીપેટ-બલ્હારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેને કારણે ઓખાથી તા.25 સપ્ટેમ્બર અને તા.2 ઓક્ટોબરના રોજ ઓખાથી ઉપડતી 20820 પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનના રૂટને બદલાવવાની ફરજ પડી છે. ઉપરોક્ત બંને તારીખે ઉપડતી ટ્રેન વાયા વર્ધા, નાગપુર, રાયપુર, ટિટિલાગઢ, રાયગડ, વિજયનગરમ, ખુર્દા રોડ થઇને દોડશે. 813 કિ.મી.ના રૂટને બદલાવવામાં આવેલી ઓખા-પુરી ટ્રેન પરત પુરીથી તા.22 સપ્ટેમ્બર અને તા.29 સપ્ટેમ્બરની બે ટ્રિપ પણ બદલાયેલા રૂટ પરથી દોડાવવામાં આવશે.