બ્લોકને કારણે રાજકોટ આવતી-જતી બે ટ્રેનને અસર

બ્લોકને કારણે રાજકોટ આવતી જતી બે ટ્રેનને અસર થઇ છે જેમાં 28મેની ઓખા-પુરી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે જ્યારે 31મેની પોરબંદર-દિલ્હી ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનમાં આવેલા મહબૂબાબાદ સ્ટેશન પર કાઝીપેટ-કોંડાપલ્લી સેક્શનમાં ત્રીજી લાઇન પેચ ટ્રિપલિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે.

આ બ્લોકને કારણે 28 મે-25ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 25મે-2025ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. જયારે બીજી બાજુ ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનથી પસાર થતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 31મે-2025ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-રેવાડીને બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા-રીંગસ-રેવાડી થઇને ચાલશે. મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 20937ના ડાયવર્ઝન દરમિયાન પોરબંદરથી 31 મે-2025ના રોજ ચાલવાવાળી પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટને નારનૌલ, નીમ કા થાના, શ્રીમાધોપુર અને રિંગસ જં. સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *