પાર્થ નરેન્દ્રભાઇ ડોબરીયા (ઉ.વ.26)એ આરોપી તરીકે તેમના પિતરાઇ નવદીપ રાજેશભાઇ ડોબરીયાનું નામ આપતા ભક્તિનગર પોલીસે આરોપી નવદીપને સકંજામાં લીધો હતો. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.28ના રોજ તેમના ઘરે પુત્ર જીયાન્સના કર પ્રસંગ અને રાંદલ માતાજી તેડાવેલ હોય, જેથી પરિવારજનો ઘરે હતા અને સુભાષનગર મેઇન રોડ પર આવેલી મોમાઇ હોલ ખાતે જમણવાર રાખ્યો હતો. તે દિવસે બપોરે પાર્થ તેમના રૂમમાં સૂતો હતો. તેમની બાજુમાં પિતરાઇ ભાઇ નવદીપ પણ સૂતો હતો. આ વખતે પાર્થે બે તોલાનો સોનો ચેઇન પહેર્યો હતો. ત્યારબાદ સાંજે ઘોડો ખુંદવાના સમયે પત્ની આમતેમ આંટાફેરા કરતી હોય જેથી તેમને હકીકત પૂછતા જણાવ્યું કે, તેમણે કબાટમાંથી સોનાનો હાર પહેરવા બહાર કાઢી મુકી પોતે મોઢુ સાફ કરવા ગયા બાદ બહાર નિકળતા હાર જોવામાં આવ્યો નહીં. ત્યારબાદ નવદીપ પણ ત્યાં જોવા ન મળતા ઘરની બહાર સીસીટીવી કેમેરા તપાસતા નવદીપ શંકાસ્પદ હરકતો કરતા જોવા મળ્યો હતો. આ મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવદીપને ઝડપી તેની પાસેથી સોનાનો હાર, વીંટી અને ચેઇન સહિત રૂ.1.95 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ચોરી અંગે નવદીપે જણાવ્યું હતું કે તેમને બુલેટ લેવું હોય હાલ પૈસાની સગવડ ન થતા આ ચોરીને અંજામ આપ્યો હતો.