ધોરણ 9-11ની બે વિદ્યાર્થિનીએ પોતાના ઘેર આપઘાત કરી લીધો

શહેરમાં બે અલગ-અલગ વિસ્તારોની ઘટનામાં ધો.9 અને ધો.11ની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં તેના પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.

જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતી ભક્તિ વિજયભાઇ ટીમાણિયા (ઉ.વ.14)એ પોતાના ઘેર છતના હૂકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજતા પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ સી.જે.ઝાલા સહિતે તપાસ કરતા મૃતક તરૂણી બે બહેનો એક ભાઇમાં મોટી અને પિતા જામનગર એરફોર્સમાં કુક તરીકે કામ કરતા હોવાનું અને ભક્તિ ધો.9 માં અભ્યાસ કરતી હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનુ કારણ જાણવા કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા બનાવમાં થોરાળા પાસેના ન્યૂ સર્વોદય સોસાયટીમાં રહેતી જાનવી રમેશભાઇ વાળા (ઉ.વ.16)તેના ઘેર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજતા થોરાળા પોલીસ મથકના જમાદાર ભાવેશભાઇ સહિતે તપાસ કરતા તરૂણી બે ભાઇ અને બે બહેનમાં નાની હોવાનું અને સ્વામિનારાયણ સ્કૂલમાં ધો.11 માં અભ્યાસ કરતી હોવાનું તેમજ નિત્યક્રમ મુજબ સવારે વહેલા ઉઠીને વાંચતી હતી અને ઊલટીઓ કરતા તેના પરિવારે તેને સારવાર માટે ખસેડ્યા બાદ તેને ઝેરી દવા પીધાનું બહાર આવ્યું હતું તેમજ જીદ્દી સ્વભાવની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *