સૌરાષ્ટ્ર યુનિ.ની બે વિદ્યાર્થિની ઓલ ઇન્ડિયા યુનિ.માં ક્વોલિફાય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુડોની 2 વિદ્યાર્થિની રિતુ વાજા અને હિરલ વાણિયા સાઉથ વેસ્ટ ઝોનમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શનને કારણે ટોપ 8માં આવતા તે બન્નેનું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની જુડો ગેમ માટે સિલેકશન થયુ છે. તેમાંથી રિતુ તો આ વખતે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે કવોલિફાઈ થઈ છે. જેમના પિતા ગીર સોમનાથમાં નાળિયેર વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે અને રિતુ નળિયાદની એકેડમીમાં જુડોની તાલિમ લઇ રહી છે. ગત વર્ષે રિતુ ખેલો ઇન્ડિયા સુધી પહોંચી હતી, પરંતુ તેમાં ચોથા રેન્ક પર હોવાથી મેડલ મળી શક્યો ન હતો. જેથી આ વખતે આ ખેલાડીનું સ્વપ્ન ખેલો ઇન્ડિયામાં મેડલ મેળવી વર્લ્ડ યુનિવર્સિટીમાં પસંદગી પામી વિશ્વભરમાં ભારત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પરિવારનુ નામ રોશન કરવાની મહેચ્છા છે.

રિતુ વાજાએ જણાવ્યું હતુ કે, જે. જે. કુંડલિયા કોલેજમા બી.એ.માં બીજા વર્ષમા અભ્યાસ કરું છું અને જુડોની ખેલાડી છું. 3 વર્ષથી વધુ સમયથી જુડો રમુ છું. અગાઉ સ્કૂલ નેશનલ ગેમમાં મે બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. મારા પિતાનું નામ ભરતભાઈ છે, જે નાળિયેર વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે માતા ભિખીબેન ગૃહિણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *