7 વર્ષ પહેલાં યુવકની ​​​​​​​હત્યાના ગુનામાં બેને આજીવન કેદની સજા ફટકારાઈ

વિસ્તારમાં જૂના મનદુ:ખના કારણે છરીના ઘા ઝીંકી રિક્ષાચાલકની થયેલી હત્યાના સાત વર્ષ પહેલાંના કેસમાં અદાલતે બે આરોપીને આજીવન કેદની સજા અને રૂ.5.20 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે, મૂળ ઉત્તરપ્રદેશના બલદેવનગરના અને કોઠારિયા સોલવન્ટના નુરાનીપરામાં રહીને રિક્ષા ચલાવવાનો ધંધો કરતાં મૈસરઅલી યાકુબઅલી પીંજારાએ તેના ભાઇ શમશાદઅલી ઉર્ફે કેસરઅલીને 2018ની સાલમાં સાગર બગથરિયા અને કિશન વાંઝા નામના શખસો અગાઉના મનદુ:ખના કારણે મારવા માટે ગોતતા હોવાની ફરિયાદ કરી હતી.

ત્યારબાદ તા.17-10-2018ના રોજ બરકતીનગર શેરી નં.4ના ખૂણેથી મૈસરઅલી પીંજારા લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેમના પત્ની નુરજહાં અને ભાઇ શમસાદઅલી રિક્ષામાં સારવાર માટે સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં મૈસરઅલીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૈસરઅલીને છરીના આઠેક જીવલેણ ઘા ઝીંકી હત્યા કરાઇ હોય પોલીસે શમશાદઅલી યાકુબઅલી પીંજારાની ફરિયાદ પરથી હત્યારા સાગર પ્રવીણ બગથરિયા અને તેના સાગરીત કિશન મોહન વાંઝાને ઝડપી લઇને ધરપકડ કર્યા બાદ જેલહવાલે કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *