શહેરમાં સાેની બજારમાં ઇશ્વર સોમા આંગડિયા પેઢી સાથે રૂ.72 લાખની ઠગાઇ કરવાના કેસમાં એલસીબી ઝોન-2ની ટીમે રાજસ્થાનથી બે અારોપીને ઝડપી લીધા છે.
સોની બજારમાં ઇશ્વર સોમા આંગડિયા પેઢીમાંથી રૂ.72 લાખની ઠગાઇ થયાની આંગડિયા પેઢીના મેનેજર મોરારભાઇ ગોરધનભાઇ પટેલે ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે પૃથ્વીરાજ કોઠારિયા, વિશાલ અને રમેશ મહેતાના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના જાણીતા રણછોડનગરમાં રહેતા વેપારી વિજયભાઇ જાગાણીનો ફોન આવ્યો હતો અને તેના જાણીતાને દિલ્હી પૈસા ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. બાદમાં પૃથ્વીરાજ નામના માણસે દિલ્હી ખાતેની ઓફિસેથી રૂ.72 લાખ લઇ લીધા હતા, પણ રાજકોટની પેઢીમાં રકમ જમા કરાવી ન હોય અને પૃથ્વીરાજે પોતાનો માણસ રમેશ મહેતા તમારી ઓફિસે રકમ જમા કરાવી જશે કહ્યું હતું, હમણા આવું કહી ફોન બંધ કરી દીધો હોવાનું જણાવતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવમાં પીએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે આરોપી ભવરસિંહ દેવીસિંહ ચૌહાણ અને પપ્પુસિંહ નરીગસિંહ ભાટીને રાજસ્થાનથી પકડી લીધા હતા અને એ.ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા. જેમાં આરોપીઓની ધરપકડ કરી ભવરસિંહએ વિશાલ નામ ધારણ કરી આગડિયું ઉઠાવી લઇને ફોન બંધ કરી નાખ્યાનું રટણ કરતા પોલીસે વધુ પૂછતાછ કરી છે.