હાઈવે પર સ્ટંટ કરતા બે શખસ પકડાયા

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે શખસ સૂતા-સૂતા અલગ-અલગ બાઇક ચલાવી સ્‍ટંટ કરી સર્પાકાર રીતે ચલાવી અન્‍ય વાહનોને ઓવરટેક કરી સ્‍ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થતાં કુવાડવા પોલીસ સ્‍ટાફે બંને શખસને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બાતમી મળતા બંને શખસને શોધી દૂધ સાગર રોડ, રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટી શેરી નં.4ના જયદીપ મુકેશભાઇ વશનાણી (ઉ.19) અને એક સગીરને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *