બામણબોરમાંથી શખ્સ દ્વારા બે સગીર બહેનોનું અપહરણ કરાયું

બામણબોર ગામે મામાના ઘેર રહેતી અને કારખાનામાં કામ કરતી બે સગીર બહેનોના શખ્સે અપહરણ કરી ગયાની તેના પરિવારે ફરિયાદ કરતાં એરપોર્ટ પોલીસે તપાસ કરતા બન્ને બહેનો કારખાનામાં કામ કરતી હોય મોટી બહેનને શખ્સ પોતાની પત્ની હોવાની અન્ય શ્રમિકોને કહેતો હોય તેમજ જાણ થતાં પરિવારે કામ કરવા જવાનું બંધ કરાવી દેતા પગાર લેવા જવાનું કહી બન્ને બહેનો ઘેરથી નીકળ્યા બાદ પરત નહીં અાવતા પરિવારે શોધખોળ કરતા બન્ને સગીર બહેનોને ત્રંબોડા ગામના શખ્સ સાથે જોઇ હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

સગીરાના મામાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે ચોટીલાના ત્રંબોડા ગામે રહેતો વિજય જવરાભાઇ સાડમિયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 16 વર્ષની અને 14 વર્ષની ભાણેજ તેની સાથે રહેતી હોય અને બામણબોર કારખાનામાં કામ કરતી હોય જ્યાં કામ કરતા વિજયએ મોટી ભાણેજને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી અને કારખાનામાં પણ તેની પત્ની હોવાનું કામ કરતા અન્ય લોકોને કહેતો હોય તેમજ તેની ભાણેજ એ પણ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જેથી તેની ઉંમર પૂરી થયા બાદ તેના લગ્ન કરાવી દેવાની વાત કરી હતી. બાદમાં બન્ને ભાણેજને કામે જતી બંધ કરાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *