રાજકોટના બામણબોર ગામે રહેતા અને પશુપાલનનું કામ કરતા યુવક તેના ઢોર લઇને ચરાવવા માટે હિરાસરની વીડીમાં ગયો હતો ત્યારે 50 હજારની કિંમતના વીડીમાં ચરતા બે પાડી અને એક પાડાની કોઇ ચોરી થઇ હતી.
બામણબોર ગામે રહેતા હરેશભાઇ રઘુભાઇ રાઠોડે ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, તે માલઢોરનું કામ કરતો હોય અને તેના ઢોર હિરાસરની વીડીમાં ચરાવવા જતો હોય તા.26ના રોજ સાંજે તેના ઢોરને લઇને નીકળતા બે પાડી અને એક પાડો નહીં મળતા તેની શોધખોળ કરી તપાસ કરતા ત્રણ શખ્સ તેના ઢોર ચોરી કરી ગયાનું બહાર આવતા તેને એરપોર્ટ પોલીસમાં ફરિયાદ કરી હતી.