એમપી તસ્કર ટોળકીનો બાળ આરોપી સહિત બે ઝબ્બે

ક્રાઇમ બ્રાંચે માહિતીને આધારે ચોરાઉ બાઇક સાથે મૂળ મધ્યપ્રદેશનો અને એમ.પી.ગેંગના બાળ આરોપી સહિત બે શખ્સને ઝડપી લઇ તેની પૂછતાછ કરતા 10 ચોરીના ભેદ ઉકેલાયા છે.

પોલીસે ચોરાઉ બાઇક સાથે મધ્યપ્રદેશના પૌયા ગામે રહેતો દિનેશ મુવેલ અને એક બાળ આરોપીની અટકાયત કરી તેની તલાશી લેતા તેની પાસેથી ચાંદીના દાગીના, કટર સહિતની મતા મળી આવી હતી. તેને આજી ડેમ ચોકડી પાસે માધવ વાટિકા સોસાયટી, તેમજ તિરુમાલા પાર્કમાં બંધ મકાન તેમજ આજી ડેમ પાસેથી બાઇક ઉઠાવી બિનવારસી મૂકી દીધું હતું ત્યાર બાદ ભગવતીપરા પાસેના અયોધ્યા પાર્ક, સુખસાગર સોસાયટીમાં બંધ મકાનમાં રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. સાવરકુંડલા, જૂનાગઢ, વંથલી અને જેતપુરના સમઢિયાળા ગામે મકાનમાં ચોરી કર્યાની તેમજ તેની સાથે વધુ એમપી તસ્કર ટોળકીના અને મૂળ મધ્યપ્રદેશના બળવંત બંધેલ, સુનિલ મોહનિયા અને જીતેન મેહડા હોવાની કબૂલાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *