ફોન કરી બે અલગ અલગ વ્યક્તિએ ધમકી આપી

શહેરના કાલાવડ રોડ પર રહેતા વેપારીને શાસ્ત્રીનગરમાં આવેલા પોતાના જમીનના પ્લોટ બાબતે બે શખ્સે ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.

કાલાવડ રોડ પર ગુંજનપાર્કમાં રહેતા અને પીઓપીનો સામાન વેચવાનું કામ કરતાં જીજ્ઞેશ કાંતિભાઇ જાવિયા (ઉ.વ.36)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોડાસાના લીંભોઇ ગામના ટીડા મેપા જાદવ અને લુણાવાડાના ખરોલ ગામના ભૂપત પરમારના નામ આપ્યા હતા. જીજ્ઞેશ જાવિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શાસ્ત્રીનગર મેઇન રોડ પર શેરી નં.4માં આવેલો મેપાભાઇ જાદવનો ખાલી પ્લોટ વર્ષ 2008માં ભાડેથી રાખ્યો હતો. ત્યારબાદ 2012માં સ્ટેમ્પ પેપર પર લખાણ કર્યું હતું અને 2 એપ્રિલ 2020માં એ પ્લોટ તેમણે વેચાતો લઇ લીધો હતો. પ્લોટ ખરીદી પૈકીના કેટલાક પૈસા હજુ પણ ચૂકવવાના બાકી છે અને આ બાબતે કોર્ટમાં કાર્યવાહી પણ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *