ગાંધીધામમાં કન્સ્ટ્રક્શન સાઇટના ખોદેલા ખાડામાં રમતાં રમતાં વોચમેનના બે બાળકો પડ્યા

ગાંધીધામ શહેરના અપનાનગરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ખોદેલા ખાડામાં પડી જવાથી બે બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. અપનાનગર ખાતે કન્ટ્રકશનનું કામ ચાલતું હોવાથી અહીં ખોદવામાં આવેલા ખાડામાં વોચમેનના બે બાળકો રમતા રમતા તેમાં પડી ગયા હતા. જેથી બંન્ને બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.

આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ અપનાનગર ખાતે કન્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે, જ્યાં ચોકીદારનું કામ કરતા શ્રમજીવીના બાળકો સાંજે ગુમ થયા હતાં. જેની શોધખોળ કરવામાં આવી હતી તે દરમિયાન કન્ટ્રકશન સાઈટ ઉપર જ ખોદવામાં આવેલા ખાડામાં આ બંન્ને બાળકો ડૂબ્યા હોવાનું બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *