ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતાં બે પરપ્રાંતિય બાળકોના મોતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ધીરૂભાઈ પોપટભાઈ વિરડીયાની વાડીએ મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઉંડા કૂવામાં પડતાં મોત થયાનો બનાવ સામે આવ્યો છે. પરપ્રાંતિય બે-બે બાળકોના મોતને લઈને ખેત મજૂર પરિવારમાં હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ હતી.
મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી ત્રણ મહિના પહેલાં મજૂરી કરવા આવેલ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. મૃતક બાળકો 4 વર્ષીય રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ અને 2 વર્ષીય અશ્વીન ધર્મેન્દ્રભાઈ જાદવ બંન્ને સગા ભાઈઓ છે. બન્ને સગાભાઈઓ રમતાં રમતાં અકસ્માતે કૂવામાં પડ્યા હોવાની પણ વિગતો મળી રહી છે.