ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 4 માર્ચ, 2026ના રોજ ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. દરેક તહેવારને હોંશે હોશેં ઉજવતા ગુજ્જુઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઈલથી ઉજવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં ધૂળેટીના દિવસે હોળી પાર્ટીઓનો રંગ જામ્યો હતો. પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઈન ડાન્સ, કલર શોર્ટસ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોળો ઉડાવી હતી. તેમાં પણ સુરતમાં ટીવી એક્ટ્રેસ મૌની રોયે તો સુરતીઓને ડોલાવ્યા હતા.