ટ્રમ્પની એપલના CEO ટિમ કૂકને ખુલ્લી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર એપલના સીઈઓ ટિમ કૂકને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં વેચાતા આઇફોનનું ઉત્પાદન ફક્ત અમેરિકામાં જ થવું જોઈએ, ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં. આ સાથે, ટ્રમ્પે એપલ પર ઓછામાં ઓછા 25% ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી.

ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું- મેં આ સંદર્ભમાં એપલના ટિમ કૂકને ઘણા સમય પહેલા જ જાણ કરી દીધી હતી. મને આશા છે કે અમેરિકામાં વેચાતા તેમના iPhones પણ ભારતમાં કે અન્ય કોઈ જગ્યાએ નહીં, પણ અમેરિકામાં જ બનાવવામાં આવશે. જો આવું નહીં થાય તો એપલે અમેરિકાને ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવા પડશે.

8 દિવસ અગાઉ, ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા અને તેના બદલે અમેરિકામાં આઈફોન બનાવવા કહ્યું હતું. રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહેલા ટ્રમ્પે કહ્યું કે એપલ અમેરિકામાં તેનું ઉત્પાદન વધારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *