અમેરિકામાં 50 લાખ હિન્દુ મતદારોને રીઝવવા ટ્રમ્પ-બાઈડેનના ધમપછાડા

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાનમાં ભારતીયો તેમાં ખાસ કરીને હિન્દુ અમેરિકનો પર વધુ ફોકસ કરી રહ્યા છે. જેનાથી મતદાતાઓના એક મોટા વર્ગનું તેમને સમર્થન મળી શકે. ભારતીય અમેરિકનોને લઈને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટું રણનીતિક પરિવર્તન જોવા મળી શકે છે. ત્યારે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ તેમના વિઝન ડોક્યુમેન્ટમાં ‘હિન્દુ પેજ’ને સામેલ કરી રહ્યા છે.

ટ્રમ્પના હિન્દુ અને ભારતીય-અમેરિકી અભિયાનના અધ્યક્ષ અને શિકાગોના વ્યવસાયી શલભકુમારે કહ્યું કે અમે હિન્દુ અમેરિકનોના મોટા સમાજ માટે અમારી અપીલને વ્યાપક બનાવી રહ્યા છીએ. શલભનું કહેવું છે કે અમેરિકામાં 50 લાખથી વધુ હિન્દુ છે, જે ભારત ઉપરાંત કેરેબિયન દેશો, દક્ષિણ આફ્રિકા, નેપાળ અને બાંગ્લાદેશમાંથી અમેરિકા પહોંચ્યા છે. તેમાંથી 33 લાખ રજિસ્ટર્ડ વોટર્સ છે. તેમાંથી 60% વોટ કરનારા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *